STORYMIRROR

Urmila Patel

Inspirational

4  

Urmila Patel

Inspirational

ગાંધી આવો લઈ સુદર્શન આજ

ગાંધી આવો લઈ સુદર્શન આજ

1 min
75

પીંખાતી કુમળી કાયાઓ રોજ લૂંટાતી લાજ,

આંધી થઈને ગાંધી આવો લઈ સુદર્શન આજ.


અડધે લૂગડે દીઠી જે દી આર્યવર્તની નારી,

તન ઉપરથી વસ્ત્ર ઉતારી તમે પોતડી ધારી,

તારી નજરે હતી અમૂલી નારી કેરી લાજ,

આંધી થઈને ગાંધી આવો લઈ સુદર્શન આજ.


ખાદીના નામે ફરતાં ને ચરતા ચોર હરામી,

કૌભાંડોનાં કીમિયાગર ને સાવ નરાધમ કામી,

રાંડીરાંડ તણું ખેતર ને રખોલિયાને તાજ,

આંધી થઈને ગાંધી આવો લઈ સુદર્શન આજ.


ભૂલી જાજો ચંપારણ ને દાંડી કેરી ગાથા,

છૂટા સાંઢ થઈને ફરતા કૈંક નપાવટ માથા,

રૂપિયા કાજે વલખાં મારે નજર કરીને બાજ,

આંધી થઈને ગાંધી આવો લઈ સુદર્શન આજ.


બાપુ આજે નહીં જ ફાવો તમે એકલા હાથે,

હાકલ કરવા લેતા આવો વીર વલ્લભો સાથે.

બંધ કરાવો ઢોંગી કેરા ઢોલ અને પખવાજ,

આંધી થઈને ગાંધી આવો લઈ સુદર્શન આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational