STORYMIRROR

Urmila Patel

Drama

4  

Urmila Patel

Drama

હળવાશ ૩૯

હળવાશ ૩૯

1 min
23.3K

પધાર્યા છો સદનમાં ત્યારથી હળવાશ લાગે છે,

પ્રતિક્ષા રત નયનમાં ત્યારથી હળવાશ લાગે છે.


કસુંબી કોરવાળી ઓઢણીનો સ્પર્શ પામીને,

પછી વાતા પવનમાં ત્યારથી હળવાશ લાગે છે.


વળી અનહદ તણા વિસ્તારની ઝાઝી ગતાગમ શી?

ભીતર ઊગ્યા ભજનમાં ત્યારથી હળવાશ લાગે છે.


સુણી ગીતા પછી દેખાવ કરવાનો નકામો શું?

જપાતા એ મનનમાં ત્યારથી હળવાશ લાગે છે.


મરમનાં જાણતલ એ માધવાની જોઈને લીલા,

જગાડેલી લગનમાં ત્યારથી હળવાશ લાગે છે.


ઈરાદો સાવ લંપટ ને હવનમાં હાડકાં નાખે,

હણાયા જ્યાં હવનમાં ત્યારથી હળવાશ લાગે છે.


જગત સર્જન કરે એને શબદમાં કેમ વર્ણવવો?

વગર વાંચ્યે કવનમાં ત્યારથી હળવાશ લાગે છે.


પુરાયા ચીરનો કિસ્સો હજી જૂનો નથી થાતો,

ગરીબીનાં ગવનમાં ત્યારથી હળવાશ લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama