રાજકુમારી
રાજકુમારી


પરીકથા સાંભળતી એક રાજકુમારી
આજ મોટી થઇ ગઇ,
પાંચીકા રમતી-ઢીંગલી રમતી
આજ ઘર ઘર સાચુકલું રમતી થઈ ગઈ,
નવનાં ટકોરે ખાટલાંથી માંડ અળગી થતી
સૂરજ પહેલાં અજવાળું પાથરતી થઈ ગઈ,
યુનિફોર્મમાં ગુલાબી રંગ ન જડતાં, ફેંકી દેતી એ
સઘળાં રંગની કરચલી સૂલઝાવતી થઈ ગઈ,
કારેલાં માટે કચ કચ કરતી, દૂધ માટે નનૈયો ભણતી
રસોડું આખું સંભાળતી થઈ ગઈ,
ચોકલેટ માટે રડતી કકળતી, મેળામાં જવાં જીદ કરતી
પરિવાર માટે સઘળું ન્યોછાવર કરતી થઈ ગઈ,
એક અલ્લડ, મસ્તીખોર, જિદ્દી રાજકુમારી
સ્નેહ - સમજણ - સંસ્કારની મૂર્તિ થઈ ગઈ,
ખરેખર... સૂરજની જાહોજલાલી....સૌમ્ય ચંદ્રમા
બન્ને સમાવતી રાજકુમારી ...
આજ મોટી થઇ ગઇ....