લગ્નવેળા
લગ્નવેળા
શરણાઈના સૂર ગુંજયા
એકવીસ વર્ષથી સિંચેલ બગીચાના તમામ ફૂલોનો સાથ છોડી
પગરણ પિયરથી સાસરિયે
'માળી'નું સરનામું બદલાયું.
નવા બગીચામાં સઘળું બિરાજમાન
ફૂલોની વેણીમાં ગુંથાયેલા અનેક ફૂલ
બસ ખૂટતી હતી સુગંધ
'કૃત્રિમતા'ની મ્હેક હોય ખરી ?
અસ્તિત્વની લડાઈ વચ્ચે
ફ્લાવર વાઝમાં ફૂલ મુકાયું.
પ્રેમરૂપી માવજત અથાક મહેનતથી
જીત થઈ માળીની
નવીન ઉદ્યાનમાં એ ગુલાબી ફૂલ
સુગંધને પ્રસરાવતું રહ્યું
"સાસરું" ફૂલનુ 'ગમતું ઘર' બની ગયું
