STORYMIRROR

Tanvi Tandel

Classics Drama Inspirational

3  

Tanvi Tandel

Classics Drama Inspirational

ભાઈ બહેન

ભાઈ બહેન

1 min
15.2K


નાની નાની વાતોમાં ઝગડો કરતાં દુનિયાભરનો,

રિસાવું ને મનાવવું - રમત આ રોજ રોજની..

મમ્મી પપ્પા બન્નેથી પોકેટમની છૂપાવી છાનામાનાં,

એકબીજાની સઘળી ડીમાન્ડ પૂરી કરતાં વહેલાં વહેલાં,

શાળાએ આવતાં જતાં સાયકલે ભયલુ ડબલસીટે બેસાડે,

ને ઘરે આવી ભાઈનાં તોફાનની ફરિયાદો બેની સંભળાવે,

એકબીજાનાં મોબાઈલનાં પાસવર્ડ ચોરી સિક્રેટ સંઘરી લેતાં,

ને ધમકીઓ આપી મીઠાં કામ સઘળા કરાવતાં,

બેની રડતી સાસરિયે જતાં, વીરો છૂપાવે આંસુ વિદાયે,

બન્ને અસંખ્ય ખટમધૂરી વિતાવેલ પળો યાદ કરતાં હરેક ક્ષણે...

રેશમની દોરીને બદલામાં અપેક્ષા ગિફ્ટની મોટી....

ભાઈ બહેનની અણમોલ જોડી-પ્રેમની વ્યાખ્યા અહીં અનોખી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics