ગુંજ ગલીઓમાં
ગુંજ ગલીઓમાં
હર હર મહાદેવની માળા જપતો પંડિત,
મંદિરની ઘંટીની ગુંજ ગલીઓમાં.
કાછિયો હાથ લારી લઈને આવતો,
શાકભાજી મોંઘાની ગુંજ ગલીઓમાં.
માંડ માંડ ડીઝલ પૂરી આવે ઓટો,
જાય છોકરા સ્કૂલે, ફી વધારાની ગુંજ ગલીઓમાં.
આવે દૂધવાળો બજાવે હોર્ન,
દૂધમાં પાણી વધારાની ગુંજ ગલીઓમાં.
હાડપિંજર ફેરીયો, માથે ગાંસડીનો ભાર,
સસ્તું છે, બેન બોણી કરાવોની ગુંજ ગલીઓમાં.
ભંગારીનો અવાજ ને તહેવારોનો માર,
તાવડીના તેરવાનાની ગુંજ ગલીઓમાં.
ગલીઓમાં ઘર બાકસના ખોખા,
દિવાસળીની ગુંજ ગલીઓમાં.
મોટી તોંદને મેલુ ગંજી,
ગાંઠિયાના ચસ્કાની ગુંજ ગલીઓમાં.
ક્યારેક તો બારી બહાર ડોકિયું મારો,
તમારા હૃદયની ગુંજ ગલીઓમાં.
