ખુશી
ખુશી
મળેલાંને માણવામાં ખુશી છે.
ન મળેલાંને ભૂલવામાં ખુશી છે.
અસંતોષને અલવિદા કહીએ,
સંતોષથી જીવવામાં ખુશી છે.
હેતભાવ રહે પરિવારમાં સદા,
સંપીને સૌ રહેવામાં ખુશી છે.
વહેંચીએ સુખદુઃખ આપણાં,
સહિયારું ગણવામાં ખુશી છે.
થઈએ ભાગીદાર કોઈના કષ્ટમાં,
કોઈના ગમ હરવામાં ખુશી છે.
