STORYMIRROR

Harshida Dipak

Classics Romance Inspirational

3.4  

Harshida Dipak

Classics Romance Inspirational

સાજણા

સાજણા

3 mins
27.7K


પરોઢના પહેલાં કિરણોના આછેરા એ તેજ-લિસોટે દૂર ક્ષિતિજે રણઝણ થાતો પી લીધો અંધાર સાજણા...

સેથાનું સિંદૂર રેલાતાં રજની રૂમઝૂમ રૂમઝૂમ ગાતી સૂરજને ના જાણ થવા દે એવો છે ધબકાર સાજણા...

ઘૂઘવતો ને ઘુઘવાતો કંઈ વીંટળાતો એ નાનકડી વિરડીમાં વાયુ વીજળી વેગે આવે 

સૂરજનું અજવાળું ઢાંકી વાતુ કરતો છલછલ થાતો અમલ કટોરો લાવે 

સરક સરકતા સૂસવાટાને કલકલ વહેતાં ઝરણાં નાદે ચાંદાનું અજવાળું ઝીલો ખોબામાં પળવાર સાજણા...

તમરાની આંખોમાં થાતાં ઝીણાંઝીણાં મૌન ઇશારે હળવા - હળવા અણસારામાં પગલા પાડે 

આછેરી ઓગળતી માદક રંગમધુરી પળને ઝીલી લેવા એક જ તાર વગાડે 

સહિયારો એ સાદ સજાવી આકાશે જઈ શબદ ઊઘાડી ઘૂંટડે ઘૂંટડે ભરચક પીધો રંગકસુંબી સાર સાજણા...


Rate this content
Log in

Similar gujarati poem from Classics