STORYMIRROR

Harshida Dipak

Classics

4  

Harshida Dipak

Classics

ઓરા આવો હરિ

ઓરા આવો હરિ

1 min
25.5K


દરવાજે દીધા આગળિયા, અંદર હાંફળ - ફાંફળ, 

ઓરા આવો હરિ હેતથી ઉઘાડોને સાંકળ...

તાંબું  ટીપે લોટી થાશે, માટીમાંથી નાંદ,

પાંચ તત્ત્વના પૂતળામાં આ શું ગાજે સંવાદ,

રણકારે પરખાતી માટી, લોટી આગળ - પાછળ,

ઓરા આવો હરિ હેતથી...

દિવસ આથમે કાયા ઘડતા, ઊગતા પહોરે શ્વાસ,

પળના ધાગે દીધા પરોવી ઝળહળતા અજવાસ,

પર્ણ ઢળે ત્યાં ઝાકળ ને પવન વહે ત્યાં વાદળ...

ઓરા આવો હરિ હેતથી...

પળને જો પારખતી હાલું, ગુંજે નાદ નિરંતર,

રામ - રહિમા અચલ પંથમાં શાને દેખું અંતર,

ઝીણા તારે ચાદર ઓઢી ખૂંટી રહ્યાં છે અંજળ...

ઓરા આવો હરિ હેતથી...


Rate this content
Log in

Similar gujarati poem from Classics