STORYMIRROR

Jayprakash Santoki

Classics

4  

Jayprakash Santoki

Classics

ગઝલ- અસલી નકલી

ગઝલ- અસલી નકલી

1 min
503


એવુંય શક્ય છે, હો પરવરદિગાર નકલી,

મળશે નહીં કદાપી પણ માનો પ્યાર નકલી.


કુકડો ભલે ન બોલે, ચકલી ભલે ન આવે,

પણ મા જો ના જગાડે આખી સવાર નકલી.


એવું નથી કે માની હર ચીજ સાવ અસલી,

ગુસ્સો કરે છે ત્યારે ગુસ્સાની ધાર નકલી.


માના વદનને વાંચી બાળક કરે છે નાટક,

ખાઈ રહ્યો છે કેવો એ ઓડકાર નકલી.


પોતા મૂકે એ પળની લીલાઓ માની જોવા,

ભગવાન પણ ઘણાને આપે બુખાર નકલી!



Rate this content
Log in

Similar gujarati poem from Classics