સમય
સમય
કદી જાય રણમાં કદી જાય બાગે,
સમયનું નક્કી નહિ ગમે ત્યાં ઇ ભાગે.
જો મન થાય એનું તને ના સુવા દે,
અને તું સૂતો હો સમય તોય જાગે.
તું ચાલે છે સાથે, કે બેસી રહે છે?
કરી ને કસોટી સમય રોજ તાગે.
સતત એક સરખો જ ચાલે છે ક્યાં એ,
ખુશી જો મળે તો સમય ખૂબ ભાગે.
ફૂલો પણ મળે છે ને કાંટાય લાગે,
કદી દે સુવાળપ કદી ડંખ લાગે.
