STORYMIRROR

Prakruti Shah 'Preet'

Romance Fantasy

3  

Prakruti Shah 'Preet'

Romance Fantasy

વાલમની પ્રીત

વાલમની પ્રીત

1 min
254

તારાં આગમનનાં અણસારે હરખની હેલી,

તારાં સ્પર્શની છાલકે હું ભીંજાયેલી,


આલિંગન ઉષ્માએ ફૂટ્યાં પ્રેમાંકુર,

વહાલનાં વરસાદે હું ગાંડીતૂર,


અધરોનાં મિલને હૈયું ઝરમર,

લાગણીનાં વહેણે હું તરબતર,


મિલનની ક્ષણો વરસી અનરાધાર,

થઈ ગયું દિલ મારું જળબંબાકાર,


વાલમની પ્રીતે જીવનમાં ભીનાશ,

જાણે મેઘનાં સંગાથે અવનિ એ લીલાશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance