STORYMIRROR

Prakruti Shah 'Preet'

Inspirational Others

4  

Prakruti Shah 'Preet'

Inspirational Others

દિવાળી પર્વ

દિવાળી પર્વ

1 min
623

આવ્યો છે ઉજાસનો અવસર,

પ્રગટાવો માનવતા કેરો દીપક,


બારસાખે આસોપાલવના તોરણ,

કંકુકેરા સ્વસ્તિકથી ઉંબરાપૂજન,


વાક્બારસે મા સરસ્વતીનું સ્મરણ,

ધનતેરસે ધન્વતંરિનું પૂજન,


કાળી ચૌદશે થાય અનિષ્ટોનું નિવારણ,

દિવાળીએ થાય ચોપડાપૂજન,


વિક્રમસંવતના પ્રારંભનો દિવસ,

હર્ષોલ્લાસથી ઉજવાય બેસતું વર્ષ, 


નવા સંકલ્પથી આવકારો નવું વર્ષ,

કોઈના જીવનમાં સંચારો આનંદ-હર્ષ,


દિવાળીના નાસ્તા છે વૈવિધ્યસભર,

ખટમીઠાં જીવનનો આપે અણસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational