STORYMIRROR

Prakruti Shah 'Preet'

Inspirational

4  

Prakruti Shah 'Preet'

Inspirational

બાળસંવેદના

બાળસંવેદના

1 min
292

આજના દિને કરું હું માગણી,

ના દુભાવશો મારી ભીની લાગણી,


ભાર નથી લાગતો ભણતરનો,

બોજ વર્તાય છે સરખામણીનો,


ટકાવારી નથી બુદ્ધિમતાનો માપદંડ,

સદગુણોનો વ્યાપ હો પ્રચંડ,


રેસના ઘોડાની જેમ ન આપો સજા,

માણવા દો બાળપણની અનોખી મજા,


ખીલવા દો કલ્પના અને સપનાંઓ, 

બનશે અમૂલ્ય ખજાનો બાળપણની યાદો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational