મારી દુનિયા
મારી દુનિયા
મારી નાનકડી દુનિયા,
હું ને મારાં મમ્મી પપ્પા,
પપ્પાં લાવે રંગબેરંગી રમકડાં,
ભેગાં મળી અમે કરીએ ગતકડાં,
મમ્મી બનાવે નિતનવું સ્વાદિષ્ટ ખાણું,
રોજ એકબીજાને પૂછીએ ઉખાણું,
મમ્મી જ્યારે વઢે મને,
પપ્પા લાડ લડાવે મને,
મારી ને પપ્પાની જુગલબંધી,
મમ્મીને લાગે અતરંગી,
પણ અમને મમ્મી બહુ વહાલી,
અમારા સુગંધી બાગની એ માળી.