STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

3  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

કારગિલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ

1 min
166

માભોમની રક્ષા કરવા,

વતનની માટીનું ઋણ ફેડવા

અઢી અક્ષરના યુધ્ધ કાજે,

અઢી મહિના એ ઝઝૂમ્યા,


ભારતના સ્વર્ગીય પ્રદેશે,

કારગિલની નિયંત્રણ રેખાએ,

'ઓપરેશન વિજય' ફતેહ કરવા,

વીસ હજાર સપૂતો ઉમટ્યા,


સફેદ સાગરના કોડનેમ સંગે,

ઉત્તુંગ શિખરો મધ્યે,

વિષમ ઠંડીને માત આપી,

ઘૂસણખોરોને ખદેડ્યા,


માભોમ માટે સમર્પિત જીવન,

વીર જવાનોના લોહી સિંચીને,

શહીદોની વીરતા સંગે,

કારગિલ વિજયને પામ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract