નિભાડો
નિભાડો

1 min

155
કુલાલ થઈ સવાર રાસભ લાવ્યા રજ નિરાકાર,
ઘડી નિભાડે પકવી ઘડા ઘડ્યા કોડિયા સાકાર,
વદે લોકોક્તિ કુંભારનો નિભાડો નીવડ્યે વખાણ,
નિરાકારને સાકાર કરતી મૃત્તિકા ઠામડાંની ખાણ,
ચરણ પાય ખૂંદી માટી નીર ચડાવી પિંડો ચાકડે,
કુંભકાર કૌશલ્ય કર અંગુલી સ્પર્શે ઘૂમતી લાકડે,
ઘડ્યા ઘાટ માટીના હાથ જાણે બ્રહ્માનો અવતાર,
પાક્યા મેરાયા કુલડી જાકરો માણિયો બિન તાર,
નિપજ્યા ચૂલા તાવડી ગોરા કુંડિયા દોણી અપાર,
ચડ્યા અગ્નિપથ તપ્યા પાક્યા માટલાનો વેપાર,
કુલાલ થઈ સવાર રાસભ લાવ્યા રજ નિરાકાર,
સર્જ્યા નિભાડે નિરાકાર રજ રજોટી રેણુ સાકાર.