ચંદ્ર સૂર્યનો રોમાન્સ
ચંદ્ર સૂર્યનો રોમાન્સ
આ ટચુકડો ચાંદ
ને ભડ ભાદર સુરજ
ગ્રહણે આખો કેમનો ઢાંકે
કુદરતને કોણે શીખવ્યું
ગણિત ને ભૂમિતિ
છે ચાંદથી સુરજ મોટો
સમજો ચારસો ગણો
ને વળી દૂર પણ એટલો
ધરાથી ચારસો ગણો
સંતાકૂકડી રમતા રમતા
પૂનમે ચંદ્રને ગ્રહતો
અમાસે સૂર્યનો વારો
જયારે ધરા સંગ આવતા
એક લીટી તાણતા
ગ્રહણ મજા માણતા
છે આ ટચુકડો ચાંદ
ને ભડ ભાદર સુરજ
ગ્રહણે આખો એમનો ઢાંકે
