STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

તુલસી

તુલસી

1 min
96

અદ્વિતીય, સુગંધિત બારમાસી છે છોડ,

વિષ્ણુપ્રીયા ને તુલસી ભાવન રણછોડ,


વૃંદા સુવાસિત વનસ્પતિ પ્રસ્થ પુષ્પ,

નાજુક ટટ્ટાર, બહુશાખી સુગન્ધ પુષ્પ,


ડાળીઓ રોમમય અને વંશવૃદ્ધિ અપાર,

ત્રિદશમંજરી વન પર્ણ શાખા આરપાર,


વૃંદા, કૃષ્ણજીવની એક એક છે પાન,

લંબગોળ સુગંઘી ને ખાંચા કિનારે કાન,


આછા જાંબુડી રંગે ઝીણાં ફૂલ સન્યાસ,

કલગી મહીં તકમરીયા પુષ્પવિન્યાસ,


લીલા પાંદડાવાળા નામે રામ તુલસી,

જાંબુડીયા પાંદડે શ્યામ કૃષ્ણના તુલસી,


અદ્વિતીય, સુગંધિત બારમાસી છે છોડ,

ઘરે ઘરે તુલસી ક્યારો લીલુડો છે છોડ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract