વતન
વતન


પહોંચ્યો વતનમાં, કર્યા બાળ જતનમાં, એ જ શેરી એજ ગલી, ક્યાં ગઈ મમતા ભલી, ભેરુ સર્વે બુઢા દિસે, વાત કરવી શેના વિશે, ઇમારત કંઇ નવી બની, શેરી સજાવી બની ઠની, માનવ સૌ કુલ મુરઝાયા, ખોવાયા વડ વૃક્ષ છાયા, ભાસે વતન સાવ અજાણ્યું, જેને બચપણે બહું માણ્યું, આંગણે હવે ના હસે, બાળકોનો કેકારવ રે, સ્મૃતિના ઝરણાં ઝાંખાં, ખોવાયું એ ગામનું ગેરે.