STORYMIRROR

Param Palanpuri

Inspirational Classics Romance

4  

Param Palanpuri

Inspirational Classics Romance

ભવના ફેરા

ભવના ફેરા

1 min
27.1K


રણકાંઠાની તરસ લઈને આવ્યો છું તારી પાસે,

ભવના ફેરા સાચા કરવા પગરવ માંડયો સાચે.

એકબીજાના સથવારે,

ભીંજાઈને લીલાં થાશું.

દૂધમાં સાકર જેમ ભળે, 

એમ ભળી જાશું.

પગલેપગલે સુખી થઈને જીવશું પાકી આશે,

ભવના ફેરા સાચા કરવા પગરવ માંડયો સાચે.

દુ:ખે સુખે એકબીજાંને,

એટલા પાવન કરશું.

ભૂલી જાશું તારું મારું, 

આપણું આપણું કરશું.

મરણને પણ ઊજવી લઈને જીવીશું સાત ફેરે,

ભવના ફેરા સાચા કરવા પગરવ માંડયો સાચે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational