STORYMIRROR

Param Palanpuri

Others

3  

Param Palanpuri

Others

એવું કૈ વરસાદી જોર

એવું કૈ વરસાદી જોર

1 min
13.9K


સરવરિયાં વાદળીના તળે તરસ થૈ, કરતાં'તાં એવું કૈ વરસાદી જોર.
ભીની એ ભેજ થૈ મહેકયા એવું કે
પછી ગ્હેંકી વરસાદનીયે કોર.

તરસી એ છાંટ આજે વાદળને પૂછે;
કયાં સુધી મને 'લ્યા ભીંજવશો?
સાંભળીને વાદળ કૈં ધોધમાર વરસ્યો,
ને બોલ્યો; કે થોડું સાચવજો.

તડતડ કરતાં ફોરાં કૈં તૂટયાં કે
ભીનો થ્યો બાવરીનો તોર,
સરવરિયાં વાદળીના તળે તરસ થૈ,
કરતાં'તાં એવું કૈ જોર.

વરસાદી જાત પછી એવી તે લાંગરી કે હરખાયો એક પડછાયો
ને એકેક કૂંપળ એની મારામાં પાંગરી.
ને એમાંય હું પરખાયો.

ચુંદડીને ચારેકોર એણે એવી ઓઢી કે
થૈ છે લીલેરી કોર,
સરવરિયાં વાદળીના તળે તરસ થૈ,
કરતાં'તાં એવું કૈ વરસાદી જોર.


Rate this content
Log in