STORYMIRROR

Deepa rajpara

Classics Inspirational

5  

Deepa rajpara

Classics Inspirational

મારા શુભચિંતક

મારા શુભચિંતક

1 min
519

અથાગ મહેનતે શિખરે પહોંચી જોયું મે પાછળ ફરી

મારી પદ્છાપ સંગે ચાલતાં આ પદ્ચિહ્નો પાડ્યાં કોણે ?

ધન્ય મારું જીવન એ શુભચિંતક મારા શિક્ષક હતા !

થયું સ્મરણ એ પથરાળ પથનું જ્યાંથી શરૂઆત કરી

ત્યાં દિશાસૂચક ચિહ્નો પહેલેથી જ અંકિત કર્યા કોણે ?

ધન્ય મારું જીવન એ શુભચિંતક મારા શિક્ષક હતા !

માંહે પડેલાં અસીમ શક્યતાનાં બીજને ફૂટવું જ હતું

કલ્પતરુંને આભ આંબવાનાં ઓરતાને સિંચ્યા કોણે ?

ધન્ય મારું જીવન એ શુભચિંતક મારા શિક્ષક હતા !

પહોંચી શિખરે વિરુદ્ધ પવનોને નાથવાં સહેલા નથી

મહાન સંકલ્પોનું બળ આ કોમળ હૃદયને આપ્યું કોણે ?

ધન્ય મારું જીવન એ શુભચિંતક મારા શિક્ષક હતા !

અખંડ ;દીપાવલી' ઝગમગી મુજ બે નયનો મધ્યે જે

જ્ઞાનાંજન શલાખા આંજી અજ્ઞાન તિમિર નાથ્યાં કોણે ?

ધન્ય મારું જીવન એ શુભચિંતક મારા શિક્ષક હતા !

Rate this content
Log in

Similar gujarati poem from Classics