Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Classics Inspirational

4  

Deepa rajpara

Classics Inspirational

મારો મન પતંગ

મારો મન પતંગ

1 min
381


સૂરજ સંગ લાગે હોડ એવી લાંબી જેની દોર,

ભરે ઉંચેરા આભે ઉડાન ઉંચી મારો મન પતંગ !   


ભરી ખિસ્સામાં વિશ્વાસ, દોર સંગ ચડે પરવાન,

સંગાથ દોર તણો સદાય ઝંખે મારો મન પતંગ !


હો સાથી દોર તો થનગનતો ઉડે ચૂમવા અંબર,

વ્યોમ રંગવાની રાખે હૈયે હામ મારો મન પતંગ !


અતરંગી, મનરંગી, ચંચળ, ચપળ, ભરે ઉડાન,

દોર થામે વ્હાલે, આભે રમતો મારો મન પતંગ !


'દીપાવલી' બંધન હો સ્નેહ પાયેલાં દોર સમા,

દ્રઢ સંકલ્પે હંફાવે વાયરાઓને મારો મન પતંગ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics