STORYMIRROR

Deepa rajpara

Inspirational

4  

Deepa rajpara

Inspirational

પનોતો પુત્ર

પનોતો પુત્ર

1 min
415

પૃથ્વી તણી સંપદા સાટે જ્યાં સંઘર્ષ જીવમાત્રમાં તોળાયો

તાલ મિલાવે કુદરત સંગ એ ખેડૂત સદા અગ્રેસર ગણાયો


આંટીઘૂંટી, વિટંબણાઓ, કંટકો છેદી લીલું સોનુ ઉપજાયો

કંકર, માટી, ધૂળ-ઢેફે જ્યાં ખેડૂતનો નિજ પ્રસ્વેદ સિંચાયો


અફર નિયમ કુદરતનાં માને તોયે પરિશ્રમ કસોટીએ ચડાયો

બની અન્નદાતા અમી અર્ક લેવડાવતો ખેડૂત સર્વત્ર પૂજાયો


લીલુડી ચુનર ઓઢી મલકાતી ધરણીનો પનોતો પુત્ર મનાયો

હરખાતી હરિતાનાં આશીષે ખેડૂત ધરતી રત્ન ઓળખાયો


જગતાતની પરોઢ નિત હો વહેલી, દિવાકર મિત્ર જણાયો

'દીપાવલીના' નમન ખેડૂતને, સૌભાગ્યઉદયકારક પમાયો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational