Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

યાદોનાં મુખવાસનો ફાકડો

યાદોનાં મુખવાસનો ફાકડો

1 min
269


એકલી એકલી હસું, હસતાં હસતાં રડું,

લાવ ને, યાદોનાં પ્રદેશમાં એક છેલ્લી લટાર કરું !


આ તરફ અગણિત ખુશી, બીજામાં ગમ,

લાવ ને, સરવૈયું વીતેલા વર્ષનું છેલ્લે સરભર કરું !


ખાટી-મીઠી, તીખી-તુરી 'ને થોડી છે ખારી,

આવ ને, યાદોનો મુખવાસ કરી છેલ્લે ફાકડો કરું !


આપ્યું, છીનવ્યું, વીતેલું વર્ષ ભેળસેળ રહ્યું,

લાવને, જે હાથ રહ્યું એને ભેટી છેલ્લે મારું કરું !


દીપાવલી જે હવે આવશે એ નવું જ હશે,

લાવ ને, જુનાને પ્રણમું, નવાંની છેલ્લે વધાઈ કરું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational