STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

આઝાદીનો અતિરેક

આઝાદીનો અતિરેક

1 min
391

બંધન કોઈને પણ ગમતા નથી,

કોઈના કહેવામાં રહેતા નથી.


નિજ સ્વાર્થ વિના જાણતા નથી,

લાભ માટે તો કોઈને છોડતા નથી.


બધા જ લોકો માંગે છે આઝાદી,

તેમને જોઈ બીજા માંગે આઝાદી.


છે આઝાદ છતાં માંગે આઝાદી,

કોણ આપશે તેમને એ આઝાદી.


લીંબુ માંગે ખટાશથી આઝાદી,

ગોળ માંગે મીઠાસથી આઝાદી.


દૂધ માંગે છે માખણથી આઝાદી,

છોડ માંગેછે જમીનથી આઝાદી.


બચ્ચા માંગે માબાપથી આઝાદી,

પંખી માંગે આકાશથી આઝાદી.


ઘોડો માંગે લગામથી આઝાદી,

ગધેડો માંગે કુંભારથી આઝાદી.


નદી માંગે કિનારાથી આઝાદી,

દરિયો માંગે મોજાથી આઝાદી.


સારી નથી વધારે આઝાદી,

ચોક્કસ તે નોતરસે બરબાદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational