તારી આદત પડી
તારી આદત પડી
કડવી હતી, ને નો'તી ગમતી, એવી વાતો એની સાચી પડી;
જ્યાં સમજાવું હ્રદયને હજુ, આંખો ત્યાં ખુદ કાચી પડી!!
અશોકવનમાં એક ઝાડ નીચે વર્ષો નીકળી ગયા જે સીતાના;
રામની એક નજર પડતાં જ, એ સીતા આખીઅે સળગી પડી!!
શરુ થઈ વાત તારી યાદોની, ને ઉલેચી રહ્યો છું મીઠાશ ખુદથી;
લોકને રસ તો એવો પડ્યો, કે રાત આખીએ ઓછી પડી!!
ને સ્મરણની ગલીઓમાં હજુ હમણાં તો ઉતર્યો છું હું;
ત્યાં, જો ને, તારી તો કેટલીએ વાતો ચારેકોરથી દોડી પડી!!
અટકી જાય છે કલમ, જ્યાં હજુય તારું નામ આવે છે;
આંગળીઓના ટેરવાંઓનેય, તારાં સ્પર્શની આદત કેવી પડી!!