Nayan Nimbark

Tragedy

0.8  

Nayan Nimbark

Tragedy

વિતી ગયેલી ક્ષણો..!!

વિતી ગયેલી ક્ષણો..!!

1 min
7.3K


ઘૂઘવાતો રહ્યો સમંદર બનીને, તું રેત બનીને સરકતી રહી;

ફરતો રહ્યો કાંટાઓમાં, ને સમય બની તું મરકતી રહી !!

જરા હાથ પ્રસરાઉં તો વિસ્તરી શકું છું બ્રહ્યાંડના કણેકણમાં;

ઈચ્છાઓને લાગી એવી પાંખો કે અટક્યા વિના ભટકતી રહી !!

નજરો ઉંચી થાય છે જ્યારે પણ, બસ તું જ તો નજર આવે છે;

જિંદગી ચાલે ભલે ગમે ત્યાં, તારા નામે જ અટકતી રહી !!

આખરી હોઈ શકે એવી ઈચ્છાઓનું પણ સાવ બાળમરણ થાય;

જિંદગી હર એવી ઈચ્છાઓને સાવ ઊંધા માથે પટકતી રહી !!

સમયના પૂરે આવીને ખેદાન મેદાન કરી નાખ્યું આખું જીવન;

ને છતાંય બસ તારા થાવાની જિજીવિષા હર શ્વાસોમાં ટકતી રહી !!

કેટલું વિશાળ ખડું કર્યું છે વટવૃક્ષ તારી નિરંતર યાદોનું;

અને તારા જ હર શબ્દોએ એની એકએક ડાળ બટકતી રહી !!

વિતી ગયેલી ક્ષણો પારાવાર પસ્તાવો છોડી ગઈ છે હવે;

ખુદની જિંદગી જ હવે ખુદની નજરોમાં કણાની જેમ ખટકતી રહી !!


Rate this content
Log in