STORYMIRROR

Nayan Nimbark

Tragedy Romance

3  

Nayan Nimbark

Tragedy Romance

એકમેકના....

એકમેકના....

1 min
26.6K


સાવ અજાણ્યાથી ફેફસાનો શ્વાસ,

ને હ્યદયનો ધબકાર બનવા સુધી!!

કોરી એવી આંખોની કીકી મટી,

લાગણીનું ભીનું પાણી બનવા સુધી!!

હોઠોથી વહેતા શબ્દથી મલકાટ, 

ને પછી મૌન બની વિસ્તરવા સુધી!!

સંબંધનું નામ મટીને,

સ્વજન બનવા સુધી!!

ને બસ એમ જ હાથને હાથોમાં મુકી

કાયમ માટે પછી યાદ બની જવા સુધી..!!

સપ્તપદીથી શમણું બની જવા,

આત્મીય મટી આત્પજન થવા સુધી..!!

એ પહેલી નજરથી પછી

પાનેતર સુધી,

સુહાગની સેજથી સ્મશાનની રાખ સુધી!!

બસ એક તારા નામ સાથે મારું નામ જોડાય,

પછી એમ જ આખી પેઢી થઈ જવા સુધી!!

સ્વર્ગમાં જોડાઈને આવ્યા પછી,

આખી જિંદગી આ ધરા ઉપર સાથે જીવવા સુધી!!

ચાલ, એકમેકના બની જવા માટે 

ફરી જનમીએ..

સાવ અજાણ્યા બન્યા પછી,

આમ જ એકમેકના થવા માટે અને થઈને રહેવા માટે,

ઈશ્વરની સનાતન ઈચ્છા થઈએ..

પરસ્પરના જીવનસાથી થઈએ..!!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy