કવિ થયો છું
કવિ થયો છું
લાગણીને સજાવવા કવિ થયો છું,
શબ્દોને શણગારવા કવિ થયો છું.
એકલતાથી સતત પીડાતો રહું છું,
એટલે મનને મનાવવા કવિ થયો છું.
પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ;
બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું.
હર રોજ સંસ્કારોના પતન વચ્ચે,
સંસ્કૃતિને બચાવવા કવિ થયો છું.
ઘાવો પ્રણયના સહન કરી પિયુષ,
અશ્રુને છુપાવવા કવિ થયો છું.