STORYMIRROR

Rohit Kapadia

Tragedy

5  

Rohit Kapadia

Tragedy

એ રીતે

એ રીતે

1 min
372

ઉઠી ગયું છે દિલ આ દુનિયાથી એ રીતે,

દિલાસાનાં શબ્દોથી યે હવે ઘાવ લાગશે.


આશાનું આ ઉપવન મુરઝાયું એ રીતે,

અમી વરસશે તો યે હવે આગ લાગશે.


વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે,

દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.


મારાં ગણાતાંઓએ ઠુકરાવ્યો એ રીતે,

મને કોઈ પોતાનું ગણશે તો ત્રાસ લાગશે.


આંખોના આંસુ સાથે પ્રીત થઈ છે એ રીતે,

મળશે ખુશી જીવનમાં તો હવે શ્રાપ લાગશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy