દુઃખ
દુઃખ
દુઃખ એ વાતનું નથી કે
દુઃખમાં રડવું નથી આવતું.
દુઃખ તો એ વાતનું છે કે
હસવાનું ભૂલાઈ ગયું છે.
દુઃખ એ વાતનું નથી કે
મારૂં કોણ એ સમજાતું નથી.
દુઃખ તો એ વાતનું છે કે
હું ખુદને સમજી શકતો નથી.
દુઃખ એ વાતનું નથી કે
મિત્રોએ દગો દીધો છે.
દુઃખ તો એ વાતનું છે કે
દુશ્મનો દિલાસો આપે છે.
દુઃખ એ વાતનું નથી કે
જીવનમાં સદા હાર મળી છે.
દુઃખ તો એ વાતનું છે કે
બાજી હંમેશા જીતની મળી છે.
દુઃખ એ વાતનું નથી કે
મહોરાંઓ પહેરવાં પડે છે.
દુઃખ તો એ વાતનું છે કે
અસલી ચહેરો ભૂલી ગયો છું.
દુઃખ એ વાતનું નથી કે
ઈશ્વરથી મિલન થયું નહીં.
દુઃખ તો એ વાતનું છે કે
ઈશ્વરને ઓળખી શક્યો નહીં.
