એકજ દાવમાં ક્યાં જીતી શકાય!
એકજ દાવમાં ક્યાં જીતી શકાય!
આ જિદ્દી મનને ક્યાં સમજાવી શકાય છે !
આ દિલની વ્યથા અને વેદનાઓને,
ક્યાં આમ પાણીમાં વહાવી શકાય છે !
તમે તો કિંમતી કંચન અમે તો કથીર છીએ,
પણ અમારી જાતને ક્યાં, તમારી સાથે સરખાવી શકાય છે !
અહી તો જ્યાં જુવો ત્યાં હરીફાઈ છે,
મારાથી એમાં ક્યાં ફાવી શકાય છે !
અમે તો રહ્યા પાનખરના છોડ સાવ,
આમ મારી ડાળખી પર ક્યાં ફૂલ ખીલવી શકાય છે !
આ પાગલ દિલ માનતું નથી રિવાજો એ જાણતું નથી,
આમ આ બેકાબૂ બનેલા મનને ક્યાં મનાવી શકાય છે !
ભલેને હોય અઢળક પ્રીત હૈયે એના માટે,
તોય એને ખરા દિલથી એને ક્યાં અપનાવી શકાય છે !
આ ભર નિંદ્રામાં સુતું છે ભાગ્ય મારું,
આમ એકજ દાવમાં ક્યાં એને જગાવી શકાય છે !
નિભાવવા પડે છે સંબંધો ગમે તેવા હોય,
આમ સંબંધોની જંજીરને ક્યાં સરળતાથી ફગાવી શકાય છે !
મનના દ્વારે આવે છે લાખો નકારાત્મક વિચારો,
આ મનનાં દ્વારે ક્યાં કોઈ તાળું લગાવી શકાય છે !
