"તું લાવ્યો ઉજાસ મારા જીવનમાં."
"તું લાવ્યો ઉજાસ મારા જીવનમાં."
તારા સ્નેહના જળ થી મારા હદયની ધરા પલળી છે,
એય દોસ્ત તું મળી ગયો,જાણે મારી પ્રાર્થના ફળી છે!
અંધકાર હતો મારા જીવનમાં,ઉજાસ તું લાવ્યો,
જાણે તારા સંગાથે મારી બધી બલાઓ ટળી
છે!
ફૂલથી લચેલી ડાળની જેમ તું હૈયાની ધરા પર ફૂલ્યો ફાલ્યો,
આપણા પ્રેમની ખુશ્બુ ફૂલની જેમ હવામાં ભળી છે.
સૂરજની પહેલી કિરણ જેવો ઉજાસ તું લાવ્યો જીવનમાં,
તારા સંગાથે તો નિરાશા ભરેલી રાત્રિને પણ ઓગાળી છે.
સદીઓના અંધકાર પછી આવ્યો છે મારા જીવનમાં ઉજાસ,
જાણે તારા થકી મારા હૈયે આશાની જ્યોત ઝળહળી છે!
તારા પગલાં પડ્યા ને આ મકાન હવે ઘર બન્યું,
એટલે જ આ પ્યાર ભરી નજર તારા તરફ ઢળી છે.