STORYMIRROR

Namrata Amin

Romance

4  

Namrata Amin

Romance

તુ નથી

તુ નથી

1 min
27.5K


ઉપર આ આભ ગોરંભાયુ છે ને તુ નથી,

દિલમાં આંધીના વાવડ છે ને તુ નથી,


વરસાદના આવી રહ્યા છે કહેણ ને તુ નથી,

સમીર પણ મસ્તીએ ચડ્યો છે ને તુ નથી,


યાદોએ પણ શરુ કર્યુ છે તાંડવને તુ નથી,

લે, આ ચાલુ થઇ ગયા મોટા ફોરાને તુ નથી,


પાંદડે પાંદડે તુ આળસ મરડી ઉઠયો છે ને તુ નથી,

ફુલોએ મિલનનુ આપી દિધુ છે ઇજન ને તુ નથી,


વરસાદ પહેલા જ છાને પલળી ગઈ હુ ને તુ નથી,

બંધ આંખે તો તુ જ છે, હવે કેમ કરી કહુ કે તુ નથી?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance