STORYMIRROR

Namrata Amin

Classics

3  

Namrata Amin

Classics

પળપળ વીતે છે

પળપળ વીતે છે

1 min
27.3K


પળપળ વીતે છે, દિવસો જાય છે, ને સમય વહે છે,

હું રોજ તને જોઇને જીવું છું ને તને જોઇને મરું છું,

હું તને શોધતાં સૂવું છું ને તને જાગતાં શોધું છું,

પણ તું કાયમ મળે છે સ્વપ્નમાં, સામે નથી આવતો.


મને સૂતી જગાડે છે તું ને જાગતાં સુવાડે છે તું,

મને મૌન બનાવે છે તું ને ભાન ભુલાવે છે તું,

છતાં પળેપળે ક્ષણેક્ષણે તને યાદ કરું છું હું,

ન પૂછી "કેમ?", કારણ મને પણ નથી ખબર.


પણ, છતાં...

ક્યારેક એવું મન થઈ જાય છે, કે...


તારા લહેરાતા વાળને ધીરેધીરે સહેલાવું,

તારી ઉદાસ આંખોમાં મસ્તી થઈને આવું,

તારા તનની ખુશ્બૂને સુંઘવા ભ્રમર બનીને આવું,

તારા માસુમ ચહેરા પર સ્મિત બનીને ફરકું,


તારા ગાંભિર્યને અચાનક મેનકા બની તપોભંગ કરું,

તારી શાંતીસમાધિમાં અચાનક આવી ખલેલ પાડું,

તારા દિલના આયનામાં મારી છબી શોધતી ફરું,

અને એક દિવસ

અચાનક જ એ મળી જતા ગાંડીતૂર નદી બની ઘૂઘવું.


સમજાતુ નથી મને કે કેમ આવું થાય છે?

ખબર નહીં કેમ,

પણ તને ખૂબ યાદ કરું છું હું, કારણકે,

કદાચ.....

તને પ્રેમ કરું છું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics