STORYMIRROR

Namrata Amin

Others

3  

Namrata Amin

Others

પ્રિતમ ધરાનો

પ્રિતમ ધરાનો

1 min
26.7K


કેટલી તરસી હતી આ ધરા,

જાણે યુગોયુગોથી તરસી ધરા,

નાખી નાખી નિસાસા, બિચારી,

ધરા જાણે કંગાળ બની ગઈ હતી,


એના બોઝિલ નિસાસાની ગરમીથી જાણે સમીર પણ દાઝતો હતો,

પણ રે પગલી હવે તો હરખા,

તારા સંદેશા સાંભળી સાંભળીને

તારો પિયુ, સાવન વ્યાકુળ થઈ ઉઠ્યો છે,


જરા ગગનમા નજર તો માંડ,

કાળા વાદળોને વિદ્યુતની ચાબુક વિંઝી

કોણ તારી તરફ પુરપાટ દોડતુ આવી રહ્યુ છે ?

રે રે આટલો ઉન્માદ શાનો?


ધરા જાણે નવવધુ બની બેઠી!

લીલી હરિયાળીની ચુંદડી ઓઢીને

કુસુમનો શણગાર સજી ખીલી ઉઠી!

પણ,


આ નાના નાના મોતી શેના ?

તારો હિરાનો શણગાર છે ?

કે, પ્રિતમના લાંબા વિરહ પછીના મિલન માટે

પ્રિતમને મીઠો ઠપકો આપતા હસતા આંસુ ?


Rate this content
Log in