STORYMIRROR

Namrata Amin

Others

3  

Namrata Amin

Others

પ્રકૃતિ કે વિકૃતિ

પ્રકૃતિ કે વિકૃતિ

1 min
27.5K


કાળુ તે ભમ્મર આ ગગન,

એને તે વળી શેં સાથ સરખાવુ?

કદીક કો' રસિક જીવ તેને દેખી વિમાસે,

આને વળી પેટ્રોશીયાની પાંપણ કહુ કે કામિનીનુ કાજલ,


તો કોઇ નસીબનો માર્યો વળી નિસાસે કે

કદીક આ ભમ્મરીયો કુવો, તો વળી ક્યારેક વિધવાનો સાડલો,

આ સોનવર્ણા આકાશમા છવાયેલી તરતી વાદળીઓ,

તે વાદળીઓ કે રૂ ના પોલ ની નાની નાની ઢગલીઓ,


કોઇ તેને ગુલમર્ગના ધુમ્મસ શી કલ્પે, તો કોઇને અરમાનોની ચિતાનો ધુમાડો ભાસે,

અહો નભોમંડળમા તરંગ સાથે લયબદ્ધ ન્રુત્ય કરતો આ તારકગણ,

તે પણ કદીક લૈલાના ખભેથી સરકેલા દુપટ્ટાની ભાત સમ ભાસે,

તો વળી ક્યારેક સ્મશાનમાં ચેહ બળ્યા પછીના અંગારાઓ જેવો,


પણ મહેરબાન, વ્યોમ તો એ જ છે, જોનાર પણ એ જ છે,

પણ, દ્રષ્ટિકોણ કે પ્રસંગ, કશુક બદલાયુ છે.

આને વળી શુ કહેવુ?

માનસિક ત્રસ્ત માનવીની વિકૃતિ કે. પ્રકૃતિ ?


Rate this content
Log in