STORYMIRROR

Namrata Amin

Romance Others

4  

Namrata Amin

Romance Others

કેમ એવુ મને લાગ્યા કરે

કેમ એવુ મને લાગ્યા કરે

1 min
26.6K


કેમ એવુ મને લાગ્યા કરે છે સાજન કે,

હું એકલી નથી હોતી, જ્યારે એકલી હોઉ છુ,

ક્યારેક હું એકલી હોઉ છુ, તો પણ શરમાઉ છુ હું,

મનમાં ને મનમાં જ જાણે ખુબ ગભરાઉ છુ હું


ક્યારેક મધરાતે તારો અહેસાસ કરુ છુ,

અને કાનમાં તારો ધીમો અવાજ સાંભળુ છુ,

ક્યારેક કોઇ અજાણ્યા સૂરો ગણગણી ઉઠુ છું તો,

યાદ કરી કરી તને એને "ગીત" નામ આપી બેસૂ છુ.


સતત અજાણી મીઠી વેદનાથી તડપી રહુ છુ,

અને આખી રાત તારી યાદમા જાગ્યા કરુ છુ,

તારી પાસે આવવા મારાથી દુર જાઉં છુ જ્યારે,

ન પહોચી શકતા થાકી હારીને તને યાદ કરુ છુ ત્યારે.


આપણા સોનેરી શમણા યાદ કરી હસી ઉઠુ છુ,

પણ આ જુદાઈ યાદ આવતા ફરી રડી પડુ છુ,

તારી યાદ જ મને મોતથી દુર લઈ જાય છે,

તારી યાદ જ મને જિંદગીથી દુર લઈ જાય છે,


જુદાઈથી દુઃખી થઈ તારાથી રીસાઈ જાઉ છુ,

જોઇ તારો માસુમ ચહેરો તને મનાવવા લાગુ છુ,

તને યાદ કરી કરી સતત હું કશુક લખ્યા કરુ છુ,

અને મનોમન યાદ કરુ છુ, "તને ખુબ ગમુ છુ હું"


એષ,

તને ખબર નહીં હોય, એક વાત સાચી કહુ છુ હું.

કોઇ માને યા ના માને,પણ

તને ખુબ ખુબ ચાહુ છુ હું?



Rate this content
Log in

Similar gujarati poem from Romance