STORYMIRROR

Namrata Amin

Classics Romance

4  

Namrata Amin

Classics Romance

આપણાં મળ્યાની ખબર...

આપણાં મળ્યાની ખબર...

1 min
25.9K


આપણાં મળ્યાની ખબર કોઇને નથી, એમ માનો છો?

માત્ર મને કે તમને જ નહીં, કેટલાં બધાંને ખબર છે.


આપણે મળ્યાં હતાં પેલા આસોપાલવની નીચે,

એષ, આપણે તો જતા રહ્યા, પણ આસોપાલવને યાદ છે.


રોજ હું તમને આપતી હતી એક પીળી કરેણનું ફુલ,

તમને યાદ નથી પણ તમારા ખિસ્સામાના ફુલને યાદ છે.


આપણે ચાલતાં હતાં રોજ પેલી સુની સડક પર,

તમે તો ચાલી ગયા, પણ આપણા પગલાને હજી યાદ છે.


એક સવારે તમે હાથ લીધો હતો મારો તમારા હાથમાં,

તમે હાથ લઈ લીધો, પણ મારા હાથની ગરમીને હજી યાદ છે.


એક સોનેરી સંધ્યાએ આપ્યું હતું, તમે મારા હોઠોને એક ગીત,

તમે તો ખામોશ થઈ ગયા પણ ગીતના પડઘાઓને હજી યાદ છે.


આજે તમે તો જતા રહ્યા છો, હું રોજ કરું છું તમારો ઇન્તેઝાર,

પણ આપણા બે સિવાય, આપણી યાદોને પણ તમે યાદ છો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics