STORYMIRROR

Arjun Gadhiya

Classics

5  

Arjun Gadhiya

Classics

વરસાદ ભલે બહું રાસ રમે

વરસાદ ભલે બહું રાસ રમે

1 min
395

છંદ : તોટક


વરસાદ ભલે બહું રાસ રમે,

તરસી ઘરતી જલપાન કરે...        વરસાદ૦...


ધગતી અગની બનતી અવની,

નમણી રમણી ઘરનાર બને…


ઘનઘોર વને મન મોરલિયો,

ટહુકી ટહુકી થનગાટ કરે…        વરસાદ૦...


રમતી કૂદતી જલ વાદલડી,

વરસી વરસી જલદાન કરે…


ગગને ગગને રવ વીજલડી

ચમકી ચમકી અજવાસ કરે…     વરસાદ૦...


નદને મળવાં સરિતા ઝરણાં

હરખી હરખી નવનીર ભરે…


પલળી પલળી મન 'અર્જુન'નાં,

ઉછળી ઉછળી નવગાન લખે...    વરસાદ૦...


શબ્દ સમજ -

અગની : અગ્નિ

રવ : વરસાદનો અવાજ, ગર્જના

નદ ‌‌ : દરિયો


Rate this content
Log in

Similar gujarati poem from Classics