STORYMIRROR

Pravina Avinash

Inspirational Classics

4  

Pravina Avinash

Inspirational Classics

મહાસાગર

મહાસાગર

1 min
28K


વિશાળ તું, ઊંડો તું, અગાધ તું, સુંદર તું,

તારી નિકટ આવું સારા જગને વિસરી જાઉં.

વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું,

તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલું.

સારા જગે છવાયો, કદી ચંદ્ર જોઈ વિફરે તું,

ઊંચ નીચનો ભેદ ન રાખે ઉર ઘુઘવતું તારું.

ઉદરે સંઘરે ખજાનો છે સૌંદયનો સરતાજ તું,

છીપલાં મોતી વિણતા મોજ કિનારે હું માણું.

બાહુ ફેલાવી ભેટવા નદીઓને આમંત્રે તું,

મળી જાય તુજમાં અસ્તિત્વ વિસારી ખુદનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational