STORYMIRROR

Pravina Avinash

Drama Inspirational Tragedy

3  

Pravina Avinash

Drama Inspirational Tragedy

દેખતી માનો ‘ઈ મેઈલ’

દેખતી માનો ‘ઈ મેઈલ’

1 min
14.5K


આંધળી માનો કાગળ આપણે વાંચ્યો છે.

તેમાં છુપાયેલાં દર્દનો અહેસાસ અનુભવ્યો છે.

ચાલો માણીએ દેખતી માનો

૨૧મી સદીનો ઈ મેઈલ.

*****

સ્નેહ ભરેલું અંતર જેનું,

હૈયે ભરી હેતની હેલ,

કમપ્યુટર પર આજે માવડી,

લખતી દીકરાને ઈ મેઈલ..



‘ગગો’ એનો અમેરિકા દેશે,

‘નવાં જમાનાની’ બૈરી સંગે,


હરદમ મોકલે ઢગલે પૈસા,

‘માવડી’ તું કરને જલસા,

કર્યું હતું તેં બાળપણમાં,

ભૂલ્યો નથી એક શબ્દ


ગગો એનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બૈરી સંગે,


માવડી મારી ખૂબ વ્હાલી,

કદી બોલીશ ના એક સવાલી,

મુંગી રહેજે, જે જોઈએ તે કહેજે,

પપ્પાનો ના ઉલ્લેખ કરજે,


ગગો એનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બરી સંગે,


પપ્પા નથી કે નથી બહેનડી,

‘હું’ છું તારે પડખે માવડી,

શબ્દ મીઠાં ક્યાંથી કહેવા,

નથી મારી પાસે સમય,


ગગો એનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બૈરી સંગે,


પૈસાનો હું કરું ઢગલો,

હૈયે શાકાજે નથી ઉમંગ,

માડી તારે કેટલાં જોઈએ?

બસ મુખેથી આંકડો કહેને!


ગગો એનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બૈરી સંગે,


અંતરમાં ન ઢુંકવા કદી,

મળે ગગાને ના ફુરસદ,

માવડી ગુંગળાઈ મરે જોવાં,

ગગાને નથી તેની પરવા,


ગગો તેનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બૈરી સંગે,


પૈસાને શું ભરું બચ્ચીઓ,

અંતરમાં છું સદા ઉદાસી,

મને મારાં દીકરાનાં પપ્પા,

બોલાવી હું આવું મળવાં,


ગગો તેનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બૈરી સંગે,


પ્યાર માટે વલખાં મારતી,

જીવતર તેનું પુરું કરતી,

મરે દેહનું દાન કરતી,

દીકરાનો સમય ન બગાડતી,


ગગો એનો અમેરિકા દેશે,

નવાં જમાનાની બૈરી સંગે,


માડી આજે ચાલી શાંતીથી,

પ્રિતમની મળવાં ધીરે સરતી,

ઈમેઈલની પ્રતિક્ષા ન કરતી,

સંતોષનું સ્મિત લહેરાવતી,


ગગા સુંદર સંસાર નિભાવજે,

પરિવાર સંગે લહેર કરજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama