Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Drama

4.8  

Rohit Prajapati

Drama

મને ફાવે નહીં

મને ફાવે નહીં

1 min
559


હું રહ્યો વર્ષોનો તરસ્યો એટલે મન માને નહીં,

આ આમ ટપક ટપક તમે વરસો એ મને ફાવે નહીં.


અહીંતો ડેલી પણ ડૂબે એવી હેલી જોઈએ,

આ નાનું અમથું ઝાપટું ચંચળ મનને ફાવે નહીં.


જોતા રહી જશો અફાટ પાણીમાં તરતો જોઈ,

આ ખાબોચીયામાં છબ છબ કરતા મને ફાવે નહીં.


ગામ ગલીયારા પણ છોડીને હું ચાલ્યો જઈશ,

આ અધૂરી પ્રીત કરતા આપણને ફાવે નહીં.


ભાગ્યના ઘરમાં પણ પડતું સૂર્યનું તેજ છું હું,

આ મીણબત્તી સમ જીવવું ખોળીયાને ફાવે નહીં.


પૂર્ણતા ભરી લે સમય તારો સાથ છોડે એ પહેલાં,

આ હૃદયને હવે ધરાતલ પર તારા વિના ફાવે નહીં.


Rate this content
Log in