તમારા ગયા પછી
તમારા ગયા પછી


પારિજાત પણ કરમાઈ ગયું તમારા ગયા પછી,
સુશોભન જીવનનું વિલાઈ ગયું તમારા ગયા પછી.
મહેકાવ્યું હતું આંગણું ને રુહમાં સમાઈ તનમન,
છિન્નભિન્ન થઈ સઘળું કરમાઈ ગયું તમારા ગયા પછી.
આંજ્યું હતું સ્વપ્ન તમારું જે આંખોમાં કાયમ માટે,
જોને એનું બધું નૂર ચોરાઈ ગયું તમારા ગયા પછી.
વસાવ્યું હતું મારા હૃદયે જે સુંદર મજાનું તમારું ઘર,
એ આખું જ વિખરાઈ ગયું તમારા ગયા પછી.
જીવંતતા આપી હતી જે જીવનને તેં એક અર્થ આપીને,
એનું પળમાં જીવન સમેટાઈ ગયું તમારા ગયા પછી.