STORYMIRROR

Rohit Prajapati

Children Stories

4  

Rohit Prajapati

Children Stories

મન થાય છે...

મન થાય છે...

1 min
301

આમતેમ નજર મારી,

હજુપણ ડોકાય છે,

જીવવાની તમન્ના,

હજુ પણ એવી જ થઈ જાય છે.


કેવું રૂડું હતું બાળપણ,

ને હતી એની હસ્તી, 

એવીજ મસ્તીથી દુખો ભુલવાનું,

વારંવાર મન થાય છે.


મારા વિશ્વમાં કહું 'હું'

એ ઈચ્છાઓ પૂરી થતી,

આજે પણ એવી ઈચ્છાઓ કરું,

એમ દિલને થાય છે.


નિર્મળ ઝરણું બની કેવો હું,

ખળ ખળ વહેતો હતો,

એવું મીઠું તોફાન કરી વહેવાની,

ફરી તમન્ના થાય છે.


પ્રૌઢ થયો એટલે કહ્યું,

બધાએ હું થઈ ગયો ઠરેલ, 

પણ મને ભોળપણ બતાવવાની,

હજી લાલસા થાય છે. 


વહી ગયું બાળપણ ક્યારેય,

નહીં આવે પાછું એ, 

વિચાર આવતા આંખો,

ગમગીન ને ભીની થાય છે.


Rate this content
Log in