એક લલકાર
એક લલકાર


ભાગ્ય વસે તમારા ચરણોમાં, એક લલકાર કરો,
ગુજરાતી છો તમે એ યાદ કરી ઇશ્વરને સાદ કરો.
રાષ્ટ્રનિર્માણ સાથે સ્વનિર્માણ પણ કરી શકો છો,
કૈક વાર પલટ્યું નસીબ, એ પણ તમે યાદ કરો.
ગુજરાતે ચિંધ્યા વિશ્વ ફલકને એ સ્મરી શકો છો,
ગાંધી હોય કે હોય સરદાર એમનું મૂલ્ય યાદ કરો.
ગરવા ગિરના સાવજ બની ગર્જના કરી શકો છો,
અખંડ અમર નિર્માણના ભાગીદાર છો યાદ કરો.
પડકાર ઝીલી તમે કોરોના સામે જીતી શકો છો,
એકત્ર થઇ ગુજરાતીની યશ ગાથાઓ યાદ કરો.