STORYMIRROR

Rohit Prajapati

Inspirational

4  

Rohit Prajapati

Inspirational

વંદન છે..

વંદન છે..

1 min
255


ધારણ કરી માતૃત્વને માતૃભૂમિનું રૂણ ચૂકવ્યું, 

દીકરો મોકલ્યો લડવા મા કાજે, વંદન છે એ માતને !


એક આંસુ પડતાં જ દ્રવી ઉઠતું હતું એનુ મન, 

તોય ઘડયું લોખંડી તારું તન, વંદન છે એ માતને !


સિંદૂરની ચિંતા પણ જેણે નહોતી કરી ક્યારેય,

ને લોહીની હોળી રમવા મોકલે જે લાલને, વંદન છે એ માતને !


વાતો સાંભળી લોકોની એ ના તો ડગી, ના ફરી હતી,

દીકરાના જોશમાં કેવી ભળી હતી, વંદન છે એ માતને !


તોય માતૃભૂમિ જ પહેલી મા, એ સમજાવે છે જે મા,

ને માતૃભૂમિના જ ગુણગાન ગાય, વંદન છે એ માતને !


યુદ્ધ ભૂમિ રંગાઈ દીકરાના લોહીથી તોય ભલે,

આંસુ શમી રહી જાય આંખમાં, વંદન છે એ માતને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational