હરેક પાત્ર છે મધુરું
હરેક પાત્ર છે મધુરું
જિંદગી એક સ્ટેજ,હરેક પાત્ર મધુરું,
પ્રાણ પૂરી નીભાવજો,નાં રહે અધૂરું.
નીત નવી રમતો અહી તો રમવી પડે,
બધા ભાવ થકી જ પાત્ર બને છે પૂરું.
બધા પાત્રો ભજવો તમે થઈ એમાં તરબોળ,
આજે જોકર કાલે હીરો,દુનિયા છે ચકડોળ,
પાત્ર ભજવી લે તારું તું, પૂરી એમાં પ્રાણ,
હૈયે રાખજે હિંમત ભલે આવે એમાં વંટોળ.
